Maru Jivan Eej Sandesh

મારું જીવન એ જ મારી વાણી,
બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વિરામો. મારું જીવન o

મારા કૃત્ય બોલી રહે તો ય,
જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર,
જેમાં સત્યનો જયજયકાર ! મારું જીવન o

સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ. મારું જીવન o

– ઉમાશંકર જોશી

Reply

Your email address will not be published. Required fields are marked *