અંધે અંધ અંધારા મળ્યા
અંધે અંધ અંધારા મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા,
ઘેંસ ન થાય, ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી!
an online free library #LoveReadingAgain, 21k+ titles
અંધે અંધ અંધારા મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા,
ઘેંસ ન થાય, ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી!
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠાં ધૂડ,
કોઈ આવી વાત સૂરજની કરે, તો આગળ જઈ ચાંચ જ ધરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયા?
અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર!
પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ!
જેમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘર આપ!
શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું!- સંતો
ઊનું ટાઢું નહિ આકાશ, પાણીમાં નહિં માખણ છાશ,
બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી સેવક સખા!
સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..